November 21, 2024
સીમ વિસ્તારમાં હવે માણસ પર શ્વાનના હુમલાની ઘટના વધી and માથામાં બટકા ભરી ઘાયલ કરી દેતા સારવારમાં ખસેડાઇ
અમરેલી જિલ્લામા સીમ વિસ્તારમા હવે માણસ પર શ્વાનના હુમલાની ઘટના વધી રહી છે. હજુ થોડા દિવસ પહેલા બગસરામા એક ખેડૂત પર શ્વાને હુમલો કરી દીધાની ઘટના તાજી છે ત્યારે સાવરકુંડલા તાલુકાના વણોટની સીમમા સાત વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરી ઘાયલ કરી દેતા સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. અહી પોપટભાઇ ગુજરીયાની સાત વર્ષની બાળકી ઉર્વશી ખેતરમા હતી તે દરમિયાન એકસાથે ચારથી પાંચ શ્વાનનુ ટોળુ ત્યાં આવ્યુ હતુ જે પૈકી એક શ્વાને બાળકી પર હુમલો કરી દઇ માથામા બટકા ભરી લઇ ઘાયલ કરી દીધી હતી. બાળકીએ રાડારાડ કરતા આસપાસમાથી લોકો અહી દોડી આવ્યા હતા અને શ્વાને ભગાડયા હતા. બાળકીને લોહીલુહાણ હાલતમા સારવાર માટે પ્રથમ સાવરકુંડલા અને બાદમા અમરેલી સિવીલ હોસ્પિટલમા રીફર કરવામા આવી હતી. બાળકીને નવ ટાંકા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સીમ વિસ્તારમા સિંહ દીપડાના હુમલાની ઘટના બાદ હવે શ્વાનનો પણ આતંક રહેતો હોય લોકોમા ભય જોવા મળી રહ્યો છે.
Leave a Comment